Home EDITORIAL ડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં આઘાત છવાયો

ડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં આઘાત છવાયો

76

રવિવારે જાણીતી ડાન્સર સપના ચૌધરી પહેલું સભ્યપદ મેળવ્યું છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સભ્યપદ અભિયાન કાર્યક્રમમાં શિવરાજસિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની ઉપસ્થિતિમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થઈ. ઉલ્લેખનીય છે કે, ભાજપ હાલ સમગ્ર દેશમાં સભ્યપદ અભિયાન ચલાવી રહ્યું છે અને લોકોને પાર્ટી સાથે જોડી રહ્યું છે.

<p>ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા સપના ચૌધરીની કેટલીક તસવીર પ્રિયંકા ગાંધી સાથે વાયરલ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ સપના ચૌધરી પાર્ટીમાં સામેલ થવાની જાતે પુષ્ટિ કરી હતી. જોકે, સપના ચૌધરીએ તેનાથી ઇનકાર કરી દીધો હતો.