Home ENTERTAINMENT શબાના આઝમીની કારને ટ્રકે મારી ટક્કર, અભિનેત્રીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાઈ

શબાના આઝમીની કારને ટ્રકે મારી ટક્કર, અભિનેત્રીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાઈ

2392
0

બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમીના કારનો અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શબાના આઝમીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. શબાનાની સાથે જાવેદ અખ્તર પણ કારમાં હોવાનું જાણવા મળ્યુ છે.

માહિતી અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેની વચ્ચે શબાના આઝમીની કારને અકસ્માત થયો હતો. શબાના આઝમી અને તેના ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ છે. જાવેદ અખ્તર પણ કારમાં હતા જોકે, તે સુરક્ષિત છે. મહત્વપૂર્ણ છે કે શબાના આઝમીની સ્થિતિને લઇને MGM હોસ્પિટલનું અપડેટ પણ આવી ગયુ છે. શબાનાના નાકમાં ઇજા થઇ છે. આ સિવાય શરીર પર કોઇ ઇજા નથી. એક્ટ્રેસની સારવાર ચાલી રહી છે. શબાનાની વાત કરીએ તો હજુ પણ તે શોકમાં છે જોકે, તેની સ્થિતિ સ્થિર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here