Home OTHER આજે સોમવારથી શ્રાધ્ધ પર્વનો પ્રારંભ, આટલા કામ કરો તો થઈ જશે બેડો...

આજે સોમવારથી શ્રાધ્ધ પર્વનો પ્રારંભ, આટલા કામ કરો તો થઈ જશે બેડો પાર

1275

આવતી કાલ સોમવાર 20 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે. આ પક્ષ 6 ઓક્ટોબર સુધી રહેશે. આપણા પ્રાચીન શાસ્ત્રો માં શ્રાદ્ધ નું અનેરું મહત્વ રહેલું છે અને તેથીજ પરંપરા અનુસાર પિતૃઓને શ્રદ્ધા સાથે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે. આસો મહિનાના વદ પક્ષની એકમથી પિતૃમોક્ષ અમાસ સુધીનો સમય મહાલયા એટલે પિતૃ પક્ષ કહેવાય છે.

માન્યતા છે કે આ દિવસોમાં આપણાં પિતૃ દેવતા ચંદ્ર લોકથી ધરતી ઉપર આવે છે અને પોતાના વંશજના ઘરની અગાસી ઉપર રહે છે. એટલે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ઘરની અગાસીમાં ભોજન રાખવાની પરંપરા છે. તેથી જ દરેક પરિવારે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં કોઈ ગૌશાળામાં ધનનું દાન કરો. ગૌમાતાની સેવા કરવાથી પણ પુણ્ય મળે છે. આજથી શ્રાદ્ધપર્વ નો પ્રારંભ થશે.

જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિએ શ્રાદ્ધ પર્વ દરમ્યાન આટલી વાતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમાં આ દિવસો દરમિયાન કામ, ક્રોધ, લોભથી બચવું જોઈએ, જે લોકો પોતાના માતા-પિતા, સાસુ-સસરા, જમાઈ, ભાણી-ભાણ્યા, બહેન અને પરિવારના સભ્યોનું સન્માન કરતા નથી અને હંમેશાં અન્ય લોકોને જ મહત્ત્વ આપે છે, તેમના ઘરમાં પિતૃ દેવતા અન્ય ગ્રહણ કરતા નથી ઉપરાંત શ્રાદ્ધમાં બ્રાહ્મણોને, ઘરે આવેલાં મહેમાન અને ભિક્ષા માગવા આવેલાં જરૂરિયાતમંદ વ્યક્તિને તેમની ઇચ્છા પ્રમાણે ભોજન કરાવવું જોઈએ.

શ્રાદ્ધ પક્ષમાં ઘરમાં શાંતિ રાખવી જોઈએ. ઘરમાં ક્લેશ અને અવાજ ન કરવો. સાથે જ, ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. શ્રાદ્ધમાં નિર્ધનને અનાજ અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. પશુ-પક્ષીઓના આહાર અને પાણીની વ્યવસ્થા કરો.

નાના બાળકોને ભોજન કરાવો. ગાય-કૂતરા અને કાગડાને ભોજન આપો. અસહાયની મદદ કરો. રોગી, કુપોષિતની મદદ કરવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે.
આમ શ્રાદ્ધ પર્વ દરમ્યાન આટલી વાતો નું ધ્યાન રાખશો તો સુખી થવાના આર્શિવાદ પ્રાપ્ત થશે જે આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ થયેલો છે.