Home ENTERTAINMENT શિલ્પાથી લઈને વિવેક અબોરાઈ સુધી, બોલિવુડના આ તમામ સેલેબ્સે ઘરમાં કર્યું ગણેશ...

શિલ્પાથી લઈને વિવેક અબોરાઈ સુધી, બોલિવુડના આ તમામ સેલેબ્સે ઘરમાં કર્યું ગણેશ સ્થાપન

148
0

દેશભરમાં ગણેશચતુર્થી (બીજી સપ્ટેમ્બર)નો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ તહેવાર ઉત્સાહ સાથે મનાવે છે. ઘણાં બોલિવૂડ સેલેબ્સ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને લઈને આવ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરી હતી. શિલ્પા શેટ્ટી દર વર્ષે પોતાના ઘરે બાપ્પા લાવે છે અને વિધિવત્ રીતે પૂજા-અર્ચના કરે છે.

વિવેક ઓબેરોય પણ પોતાના ઘરે બાપ્પાને લાવ્યો હતો. વિવેકની પત્નીએ પૂરા વિધિ-વિધાન સાથે બાપ્પાનું ઘરમાં સ્વાગત કર્યું હતું.

સંજય દત્તના દીકરા શાહરાને રીત-રિવાજ સાથે ઘરમાં ગણપતિજીનું સ્વાગત કર્યું હતું.

બોલિવૂડ એક્ટર સોનુ સુદે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી.

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય પત્ની પ્રિયંકા તથા બંને સંતાનો સાથે બાપ્પાની પૂજા બાદ આ રીતે જોવા મળ્યો હતો.

જીતેન્દ્ર તથા તુષારે ઘરમાં બાપ્પાને વિરાજમાન કર્યાં હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીતેન્દ્રે બાપ્પાની પહેલી આરતી ઉતારી હતી.

સલમાન ખાનની બહેન અર્પિતા પણ બાપ્પાને લઈને આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here