Home HEALTH રાત્રે લાઈટ ચાલુ રાખીને સુવો છો? તો ચેતી જજો, તમે થઈ શકો...

રાત્રે લાઈટ ચાલુ રાખીને સુવો છો? તો ચેતી જજો, તમે થઈ શકો છો આ ગંભીર બિમારીનો શિકાર

3165

ઘણા લોકોને રાત્રે લાઇટ ચાલુ રાખીને જ સૂવાની આદત હોય છે. જો તમારી આદત પણ હોય તો, બહુ જલદી બદલી દો. ચાલુ લાઇટે સૂવાથી હેલ્થને ઘણાં નુકસાન થઈ શકે છે. ઘણા લાંબા સમય સુધી આ આદત ચાલુ રહે તો, તેની શરીર પર કેટલીક ઘાતક અસરો પણ થઈ શકે છે.

સામાન્ય રીતે આપણા શરીરને રાત્રે લાઇટની જરૂર હોતી નથી. શરીર તેનાં રાતનાં કામ અંધારામાં વધારે સારી રીતે કરે છે. લાઇટ ચાલું હોય તો, હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે.

ઉપરાંત જે લોકો રાત્રે કમ્પ્યૂટર પર કામ કરે છે અને ઓછા પ્રકાશમાં ભણે છે, તેમને સ્ટ્રેસ વધતો જ જાય છે. માથાનો દુખાવો, આંખમાં બળતરા જેવી સમસ્યા સતાવી શકે છે.

સૂતી વખતે ઓરડામાં પ્રકાશના કારણે આંખો ભારે થઈ જાય છે અને વારંવાર ઊંઘ બગડે છે.

લાઇટ ચાલું રાખી સૂવાથી તેની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે. શરીર જકડાઇ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે.

સ્ટ્રેસ લેવલ વધવાના કારણે હ્રદય અને બ્લડપ્રેશર સંબંધીત રોગો થવાની શક્યતા પણ વધી જાય છે.

શક્યતા વધી જાય છે બ્રેસ્ટ કેન્સરની

રાત્રે લાઇટ ચાલુ રાખી સૂવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા 20% જેટલી વધી જાય છે. શરીરને પ્રાકૃતિક રૂપે રાત્રે રોશનીની જરૂર નથી હોતી. સતત આ આદતથી શરીરને ઘણું નુકસાન પહોંચે છે. રાત્રે રોશનીથી શરીરની અંદરની કેન્સરની કોશિકાઓ એક્ટિવ થાય છે. અંધારામાં સૂતી સ્ત્રીઓમાં આ રિક્સ ઘણું ઘટી જાય છે. આમ તો રોશની શરીર માટે દવાનું કામ કરે છે, પરંતુ જરૂર કરતાં વધારે દવાઓનું સેવન પણ ઘાતક નીવડી શકે છે.