એટલાન્ટિક મહાસાગરના માર્ગે સબમરિન દક્ષિણ અમેરિકાથી યૂરોપ લાવવામાં આવી રહી હતી. સબમરીને કુલ 7690 કિમીનો સફર પૂરો કર્યો હતો જે દરમિયાન લગાતાર તેના પર નજર રાખવામાં આવી રહી હતી.પોર્ટુગલમાં પહેલી વખત સબમરીનના ઉપયોગથી નશીલા પદાર્થોની તસ્કરીનો મામલો સામેઆવ્યો છે.
જે સબમરીનમાં તસ્કરી કરવામાં આવી તે 65 ફુટ લાંબી છે. તેની કિંમત 27 લાખ ડોલર(લગભગ 20 કરોડ રૂપિયા) જણાવવામાં આવી છે. સ્પેનિશ અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ અમેરિકાના ડ્રગ્સ માફીયા દુનિયામાં નશીલા પદાર્થોની તસ્કરી માટે નવા નવા રસ્તા અજમાવી રહ્યા છે. પકડવામાં આવેલા કોકેનની તસ્કરી પાછળ કોઇ મોટા ગ્રુપનો હાથ હોઇ શકે છે.સ્પેનિશ ન્યૂઝપેપર એબીસી પ્રમાણે આંતરરાષ્ટ્રીય પોલીસની મદદથી અધિકારીઓ 15 નવેમ્બરથી સબમરીન પર નજર રાખી રહ્યા હતા. પોર્ટુગલના તટીય શહેર ગૈલીસિયામાં રોકાયા બાદ તેને પકડી લેવામાં આવી હતી. દક્ષિણ અમેરિકાના દેશો ગુયાના અને સુરીનામમાં સબમરીનનું નિર્માણ થયું હતું. અધિકારીઓને એ નથી ખબર કે આ સબમરીન કયા દેશમાંથી રવાના થઇ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસને શંકા છે કે તે કોલંબીયાથી રવાના થઇ હોઇ શકે છે. રિપોર્ટ્સમાં એ પણ કહેવાયું છે કે સબમરીનમાં 3 મેટ્રિક ટન સામાન લઇ જવાની ક્ષમતા હતી જોકે અધિકારીઓએ આ વાતની ખરાઇ કરી નથી.