Home ENTERTAINMENT અબુ ધાબીમાં શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યા નિકાહ

અબુ ધાબીમાં શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યા નિકાહ

1663
0

બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી સજલ અલીએ તાજેતરમાં બોયફ્રેન્ડ અહદ રજા મીર સાથે લગ્ન કરી લીધા છે. સજલ અલીએ ‘મોમ’ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રીનું પાત્ર નિભાવ્યું હતું. સજલ અલીએ અબુ ધાબીમાં બોયફ્રેન્ડ સાથે નિકાહ કર્યા છે. આ નિકાહની તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં નજીકના મિત્ર અને પરિવારના સભ્યો સામેલ થયા હતા.

હલ્દી સેરેમનીમાં સજલ વ્હાઈટ કલરના લેહંગામાં જોવા મળી છે. જ્યારે નિકાહ પર રેડ કલરના લેહંગો પહેર્યો છે. સટબલ મેકઅપ, ગળામાં નેકલેસ, માંગ ટીકા સજલના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે.તેમના પતિ અહદે સફેદ રંગની શેરવાની પહેરી હતી. તસ્વીરોમાં આ બંને સુંદર જોવા મળી રહ્યા છે. કપલની તસ્વીરો ઈન્ટરનેટ છવાઈ ગઈ છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સજલ એક પાકિસ્તાની અભિનેત્રી છે અને તેમની ભારતમાં ઘણી ફેન ફોલોઈંગ છે. સજલે ફિલ્મ મોમથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મોથી વધુ સજલ પાકિસ્તાનની સીરીયલ્સમાં સક્રિય છે.તે ‘નાદાનિયા’, ‘મસ્તાના માહી’, ‘મેરી લાડલી’, ‘અહેમદ હબીબ કે બેટીયા’ જેવી પાકિસ્તાની સીરીયલ્સમાં જોવા મળી ચુકી છે. જયારે અહદ પણ એક અભિનેતા છે. અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો અહદ અને સજલ જલ્દી જ ઝી-૫ ની સીરીઝ ‘ધૂપ કી દીવાર’ માં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here