વરાછાની શ્રી શક્તિ જેમ્સ ડાયમંડ કંપની સામે આક્ષેપ થયા છે.વરાછાના માતાવડી વિસ્તારમાં ડાયમંડ કંપની કાર્યરત હતી. જેમાંથી આશરે 60 જેટલા રત્ન કલાકારોનો 30 લાખ જેટલો પગાર બાકી છે. આ કંપની દ્વારા રત્નકલાકારોને પગાર ન આપીને કંપની બંધ કરી દેવામાં આવી છે.લોકડાઉનના છ મહિનાથી રત્નકલાકારોને પગાર ન ચૂકવાયો નથી. જેથી રત્નકલાકારો બાકી નીકળતા 30 લાખ રૂપિયાની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યાં હતાં.