સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના સંક્રમિત થઇ ગયા છે. 65 વર્ષના ચિરંજીવીએ એક પોસ્ટ શેર કરતા આ વાતની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ‘ઇન્દ્રા: ધ ટાઇગર’ એટલે ચિરંજીવીની અપકમિંગ ફિલ્મ આચાર્યનું શૂટિંગ શરૂ થયા પહેલા એક્ટરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યા છે.
અભિનેતા ચિરંજીવી અને નારાર્જુને તાજેતરમાં પ્રગતિ ભવનમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેસીઆરે એક્ટર્સનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ચિરંજીવીએ ટ્વીટ કરતા લખ્યુ, ‘મને કોઇ પ્રકારથી કોરોનાના લક્ષણ નથી. હવે હું હોમ ક્વોરન્ટાઇનમાં છું. ગત 4-5 દિવસમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ ટેસ્ટ કરાવી લે.’ ચિરંજીવીની આ પોસ્ટ પછી તેના ફેન્સ તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.