સુરતમાં AAP ના આ પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી શક્યતા

સુરતમાં AAP ના આ પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી શક્યતા

શહેરમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડવાની શક્યતા  છે. કારણ કે, AAP ના પાંચ કોર્પોરેટર પક્ષમાંથી રાજીનામું આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે AAPએ તો વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયાને નોટિસ પણ ફટકારી છે. સાથે જ તેમને પાર્ટીમાંથી કેમ ન કાઢવા જોઈએ તે અંગે ખૂલાસો માગ્યો છે. વિપુલ મોવલિયા પર આક્ષેપ હતો કે, તેઓ પક્ષ વિરોધી કામગીરી કરતા હતા. તેના કારણે તેમને નોટિસ આપવામાં આવી છે.

સુરતમાં આપ પાર્ટીએ ત્રણ કોર્પોરેટરોને ખરીદવાના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. તેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યાં હવે આપ પાર્ટીના જ એક કોર્પોરેટર પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાનો આક્ષેપ  થયો છે અને તેઓને નોટિસ આપવામાં આવી છે.

વોર્ડ નબર 16ના AAPના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ પાર્ટીમાંથી હાંકી કેમ ન કાઢવા અંગે નોટિસ આપી  ખૂલાસો માગ્યો છે. AAP પાર્ટીએ જણાવ્યું હતું કે, તેઓ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો મળી છે. વોર્ડ વિસ્તારમાં જનતાની કામગીરી થતી નથી. પાર્ટીના સંગઠનમાં અસંતોષ ફેલાય એવી રીતે જૂથવાદ કરવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. પાર્ટીની અગત્યની મિટીંગ, વિરોધ પ્રદર્શન કે રેલીમાં પણ તેઓ હાજરી આપતા નથી. મહાનગરપાલિકાની સાધરણ સભામાં પાર્ટીના કોર્પોરેટરને સહકાર આપવાને બદલે ભાજપ તરફી વલણ ધરાવે છે.