સુરતમાં દીક્ષાધર્મનો નવો ઇતિહાસ લખાયો, સામુહીક દીક્ષામાં 40 હજારથી વધુ ધર્મપ્રેમીઓ જોડાયા

  582

  આજથી 2590 વર્ષ અગાઉ કારતક વદ 10ના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ પવિત્ર દિવસે સુરતમાં દીક્ષાધર્મનો નવો ઇતિહાસ લખાયો છે. શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ- અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત 75મી સામૂહિક દીક્ષાદિને સવારે 3 વાગ્યાથી જ સિંહસંયમ ઉદ્યાનમાં હજારો ધર્મપ્રેમીઓથી દીક્ષામંડપ છલકાઇ ગયો હતો. અને સમગ્ર મંડપમાં ગુરુદેવ અને મુમુક્ષુઓના જયકારથી ગૂંજી ઉઠયો હતો. ગુરૃ ભગવંતોના પ્રવેશ સાથે દિક્ષાવિધિ કાર્યક્રમ શરુ થયો હતો. દિક્ષાર્થીઓને ગુરુ ભગવંતોએ ઓઘો-રજોહરણ અર્પણ કર્યા બાદ દિક્ષાર્થીઓ નાચવા લાગ્યા હતાં. સુરતની 75 સામૂહિક દીક્ષા મહોત્સવનોછેલ્લો દિવસ એટલે કે દીક્ષા દિવસનો.

  દીક્ષા મહોત્સવના આકર્ષણ

  સુરતના 32, મુંબઇના 29 અને અમદાવાદના 4 દીક્ષાર્થીઓ

  કેશલૂંચનનો અદ્ભુત અલૌકિક નજારો

  10000 જરુરીયાતમંદોને અનુકંપા કીટ વિતરણ

  સંયમ એક્સપ્રેસ, શોર્યગાથા, સંસારચક્ર અને બેનમુન જિનાલય

  વરસીદાનની દોઢ કિલોમીટર લાંબી અતિભવ્ય યાત્રા

  બાળવાર્તાઓની 60,000 બૂકની વિતરણ

  ગુજરાતના મુખ્યપ્રધાન, ગુજરાત ભાજપ અધ્યક્ષ, ગૃહપ્રધાન, મુંબઈ ભાજપ અધ્યક્ષ વગેરે દ્વારા મુમુક્ષુઓનુ રાજસ્વી બહુમાન

  આ કાર્યમાં 40,000 હજારથી વધુ લોકો જોડાયા

  સવારે 10.08 વાગ્યે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેજ પર જ પર્દા ઉભા કરીને લોચ ક્રિયા થયા બાદ અંતમાં દીક્ષાર્થીઓને નૂતન નામ અપાયા હતા. આ દીક્ષા વિધિ કાર્યક્રમમાં 40,000થી વધુ ધર્મપ્રેમીઓ સાક્ષી હાજર રહ્યા હતો. દીક્ષાધર્મનો(mass initiation in gujarat) જન જન સુધી અનેક રીતે સંદેશ પહોંચાડાની નવા આયામ આપ્યાં હતા. શાંતિ કનક- અધ્યાત્મ પરિવાર 7 ક્ષેત્રની સમગ્ર ભારતમાં રક્ષા-પ્રભાવનાના વિવિધ ભગીરથ કાર્યો કરતી કર્મઠ કાર્યકરો ધરાવતી ગુરુયોગના પથદર્શનથી કાર્ય કરતી એક વિશાળ ફલક ધારવતી સંસ્થા સામૂહિક દીક્ષા(mass initiation in india) જેવા અનેક અનુષ્ઠાનોના આયોજન માટે મહારથી પુરવાર થઈ છે.