સુરતના કાપોદ્રામાં રત્નકલાકાર યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, સુસાઈડ નોટ વાંચીને પોલીસ પણ ચોંકી

સુરતના કાપોદ્રામાં રત્નકલાકાર યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, સુસાઈડ નોટ વાંચીને પોલીસ પણ ચોંકી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં  એક કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતી યુવતીએ ઘરે ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો છે. તેની સ્યૂસાઈડ નોટના લખાણે પોલીસ સહિત સૌ કોઈને ચોંકાવી દીધા છે. પરિણીત યુવકના પ્રેમમાં સર્વસ્વ ગુમાવી દેનારી આ યુવતીએ જીવન ટૂંકાવતી વેળા સ્યૂસાઈડ નોટમાં લખ્યુંછે કે, તેના મૃતદેહને તેના પ્રેમીના ઘરે લઈ જવામાં આવે. આ સાથે જ યુવતીએ પરિણીત પ્રેમી અને તેની પત્ની સામે સનસનીખેજ આક્ષેપો કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કાપોદ્રા ગીરનાર સોસાયટીમાં રહેતી ઉમરપાડા પાસે વાડીગામમાં રહેતા રામસિંગભાઇ ફોલીયાભાઇ વસાવાની પુત્રી નામે સ્મીતા સુરતમાં નાના વરાછાની ગીરનાર સોસાયટીમાં ભાણેજની સાથે રહેતી હતી અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. સ્મીતાની મુલાકાત કામરેજના ડુંગરા ગામમાં રહેતા વિશાલ મનહરલાલ પટેલ સાથે થઇ હતી. સને-2021માં રામસીંગભાઇ સિવિલમાં મોંઢાના ઓપરેશન માટે આવ્યા ત્યારે સ્મીતા અને વિશાલ તેઓને મળવા સિવિલમાં આવ્યા હતા. બુધવારે સવારે 10 વાગ્યાના અરસામાં સ્મીતાએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ બાબતે રામસીંગભાઇને જાણ થતા તેઓ સુરત આવ્યા હતા. પોલીસે સ્મીતાને સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. પોલીસને સ્મીતાના ઘરેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી.

કાપોદ્રા પોલીસે આ મામલે સૌપ્રથમ એટ્રોસિટીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ક્યાં પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ અને પત્નીની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી હતી જોકે પ્રેમી વિશાલ ભાગી જવામાં ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે પત્નીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે