સુરતના વેસુમાં સ્પાના નામે કૂટણખાના પર પોલીસના દરોડા, 6 યુવતિઓ સાથે 3 ગ્રાહકો ઝડપાયા

સુરતના વેસુમાં સ્પાના નામે કૂટણખાના પર પોલીસના દરોડા, 6 યુવતિઓ સાથે 3 ગ્રાહકો ઝડપાયા

સુરતમાં સ્પાના નામે ચાલતા કૂટણખાનાનો ધમધમાટ હજી પણ શરૂ જ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસિંગ સેલે વેસુના સોમેશ્વર સર્કલ પાસે આવેલા એસ.એન.એસ. પ્લેટીના કોમ્પલેક્ષમાં દરોડા પડાયા હતાં. જેમાં થાઈલેન્ડની 6 યુવતિઓ સાથે 3 ગ્રાહકો ઝડપાયા હતા. આ કેસમાં પોલીસે સ્પાના માલિક દીપકકુમાર ઉર્ફે નિમિત પટેલની ધરપકડ કરી હતી.

હાલ મિસિંગ સેલે તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતિઓને થાઈલેન્ડ પરત મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિદેશી મહિલાઓ મોકલનારા નમાઈ ઉર્ફે સ્માઈલી ચીમખોનબુરીને વોન્ટેડ જાહેર કરાયો હતો. બીજી તરફ પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોંઘાદાટ મોબાઈલ ફોન, સ્વાઈપ કાર્ડ મશીન સહિત 1 લાખ 41 હજાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.