Home EDITORIAL તક્ષશિલા અગ્નિકાંડ : એક અધૂરી તૈયારી અને 22 જીવોનો અંત, તંત્રને જગાડવા...

તક્ષશિલા અગ્નિકાંડ : એક અધૂરી તૈયારી અને 22 જીવોનો અંત, તંત્રને જગાડવા સુરતમાં નીકળી અસ્થિયાત્રા

381
0

સુરતમાં તક્ષશિલા આર્કેડ ખાતે આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બાળકોની અસ્થિયાત્રા કાઢવામાં આવી છે. જેના કારણે વરાછા વિસ્તારમાં ઉચાટભરી શાંતિ પ્રવર્તે છે.

સ્થાનિકો, પરિવારજનો તથા પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે સરકાર તથા સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે મરણાંક તથા ઇજાગ્રસ્તોનો આંક વધી ગયો.

સ્વજનોનું કહેવું છે કે દુર્ઘટના પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ નીમી હતી, જેણે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે કેટલીક ભલામણો કરી છે.

તા. 24મી મેના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી.

જેમાં સૌથી ઉપરના ફ્લૉર ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલાં વિદ્યાર્થીઓ સહિત 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જાગૃતિ લાવવા કળશયાત્રા

અસ્થિકળશ યાત્રા રથની તસવીર

યાત્રાના સંયોજક ધાર્મિક માલવિયાના કહેવા પ્રમાણે, “આગની દુર્ઘટનાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા જવાબદારો સામે પગલાં લેવામાં આવે તે માટે આ અસ્થિયાત્રા કાઢવામાં આવી છે.”

“અસ્થિયાત્રામાં મુખ્ય રથ હશે આ સિવાય મૃતકોના પરિવારજનો અન્ય વાહનોમાં હશે. આ સિવાય અન્ય નાગરિકો બાઇક ઉપર જોડાશે.”

વાલીઓનો આરોપ છે કે દુર્ઘટના સાથે સંકળાયેલાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન, દક્ષિણ ગુજરાત વીજ કૉર્પોરેશન લિમિટેડ તથા અગ્નિશમનમાં ઢીલ દાખવનારા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવામાં નથી આવ્યાં.

શનિવારે સુરત પોલીસે રૂટમાં આંશિક ફેરફાર સાથે અસ્થિ કળશયાત્રાને મંજૂરી આપી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here