Home ENTERTAINMENT આજે સુશાંતના મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર, પિતા પટનાથી મુંબઈ આવવા રવાના

આજે સુશાંતના મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર, પિતા પટનાથી મુંબઈ આવવા રવાના

6246
0

બોલીવુડ(Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)નો આજે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેના પિતા કે.કે.સિંઘ, મોટી બહેન અને પિતરાઇ ભાઇ ધારાસભ્ય નીરજ કુમાર મુંબઇ જઇ રહ્યા છે. નીરજ કહે છે કે પરિવાર પટનામાં અંતિમ સંસ્કાર કરવા માંગતો હતો, પરંતુ કોરોના રોગચાળાને કારણે વહીવટીતંત્રએ મંજૂરી આપી નહીં. બીજી તરફ સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે ફાંસી લગાવી હોવાનું સાબિત થયું છે. પોલીસ હવે સુશાંતસિંહ રાજપૂત(Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં તેના મિત્રોની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં પોલીસ હવે સુશાંતના મિત્રો મહેશ શેટ્ટી અને રિયા ચક્રવર્તીનાં નિવેદનો નોંધશે. સુશાંતે તેના મૃત્યુની એક રાત પહેલા જ રિયાને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. પોલીસ તપાસનો અવકાશ સુશાંતસિંહ રાજપૂતનાં અંગત સંબંધો અને નજીકના મિત્રોની આસપાસનો છે.

આજે મુંબઈમાં થશે સુશાંતના અંતિમ સંસ્કાર, લોકડાઉનના કારણે પટના લઈ જવાની મંજૂરી ન મળી

બોલીવુડ(Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે(Sushant Singh Rajput) રવિવારે મુંબઇ(Mumbai)ના તેમના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇ લીધો. સુશાંતના મોતનો સમાચાર આવતાની સાથે જ પરિવાર(Family)ના બધા સભ્યો ચોંકી ઉઠ્યા હતા. પુત્રના મોતના સમાચાર સાંભળીને પિતા બેભાન થઈ ગયા હતા. સુશાંતસિંહ રાજપૂતે રવિવારે સવારે 9.30 વાગ્યે તેની બહેનને ફોન કર્યો હતો. તેમણે તેમની સાથે વાત કરી હતી. મુંબઈ પોલીસ પણ તેની બહેનની પૂછતાછ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂત(Sushant Singh Rajput)નાં કુટુંબ સૂત્રો કહે છે કે સુશાંતના પિતા અને પરિવાર મુંબઈ પહોંચી તેના અંતિમ સંસ્કાર કરશે. જોકે પરિવાર પટનામાં તેના પાર્થિવ દેહને લઈ જવા માંગતો હતો પરંતુ લોકડાઉનના કારણે પ્રશાસને તેની મંજૂરી આપી ન હતી.

આજે મુંબઈમાં થશે સુશાંતના અંતિમ સંસ્કાર, લોકડાઉનના કારણે પટના લઈ જવાની મંજૂરી ન મળી

સુશાંતના પિતા પટનાના રાજીવ નગરમાં રોડ નંબર 6 માં રહે છે. બિહારની રાજધાની પટણામાં સુશાંત સિંહ રાજપૂતના ઘરે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કેટલાક લોકો એવા પણ છે જે સુશાંતને ઘણી વાર મળ્યા હતા. તેમનું કહેવું છે કે તેમને આ સમાચાર પર વિશ્વાસ ન હતો. સુશાંત જીવંત વ્યક્તિ હતો. તેઓ આત્મહત્યા કેવી રીતે કરી શકે?

This image has an empty alt attribute; its file name is 12-2.jpg

સુશાંતસિંહ રાજપૂતે(Sushant Singh Rajput) રવિવારે સવારે 10 વાગ્યે જ્યૂસ પીધુ હતુ. આ પછી તે તેના રૂમમાં ગયો અને બહાર આવ્યો નહીં. ઘરનો સ્ટાફ અને તેના મિત્રએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તેણે દરવાજો ખોલ્યો નહીં. ઘરના કર્મચારીઓએ સ્થાનિક ચાવી બનાવનારને બોલાવ્યો. ચાવીની મદદથી તેણે દરવાજો ખોલ્યો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી. દરવાજો લગભગ 12: 30- 12:45 વાગ્યે તૂટી ગયો હતો. પોલસે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે મધ્યરાત્રિએ અભિનેતા મહેશ કૃષ્ણ શેટ્ટીને છેલ્લો ફોન કર્યો હતો. જોકે તેઓએ કોલ ઉપાડ્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here