Home NATIONAL સુષ્મા સ્વરાજની આ તસવીરે બતાવી ભારતમાં મહિલા સશક્તિકરણની તાકાત

સુષ્મા સ્વરાજની આ તસવીરે બતાવી ભારતમાં મહિલા સશક્તિકરણની તાકાત

7472

પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ અમુક જ મિનિટોમાં તેમનું નિધન થઈ ગયું. સુષ્માના અચાનક નિધનના કારણે લોકોમાં શોકની લાગણી છે.

ફક્ત દેશ જ નહીં પરંતુ દુનિયાના પ્રમુખ નેતાઓએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પૂર્વ વિદેશ મંત્રીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લેઈ રહ્યા છે. આ તસ્વીરની ખાસ વાત એ છે કે તેમાં 10 વિદેશ મંત્રી છે પરંતુ સુષ્મા સ્વરાજ એક જ મહિલા છે. આ તસ્વીર એ છે જેણે દુનિયામાં ભારતની મહિલા શક્તિનો દમ દેખાડ્યા હતો.

સુષ્મા સ્વરાજ 2014થી 2019 સુધી દેશના વિદેશ મંત્રી રહ્યા અને તેમણે તે સમયે દુનિયાભરનો પ્રવાસ કર્યો. સુષ્માએ ઘણી કોન્ફ્રેન્સમાં પણ ભાગ લીધો. તેમાંથી એક હતી 2018માં થયેલી શંઘાઈ સહયોગ સંગઠનની બેઠક. જેમાં ચીન, કજાકિસ્તાન, રૂસ, તજાકિસ્તાન જેવા કુલ 10 દેશોના વિદેશ મંત્રીનો શામેલ થયા હતા. પરંતુ તેમાં સુષ્મા સ્વરાજ ફક્ત એક મહિલા મંત્રી હતા.

9 વિદેશ મંત્રીઓ સાથે એકલા ઉભાલે સુષ્મા સ્વરાજની તસ્વીરને લોકોએ ખૂબ પસંદ કરી. તમને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા વિદેશ મંત્રી બનનાર દેશના બીજા મહિલા હતા.

2018માં જ્યારે તસ્વીર સામે આવી તો ભારતમાં નારી સશક્તિકરણને દુનિયાએ સલામ કર્યું હતું. 2018 બાદ 2019માં પણ SCO સમિટમાં પણ આમ જ થયું હતું. જ્યારે અન્ય પુરૂષ વિદેશ મંત્રીઓની સાથે ફક્ત સુષ્મા સ્વરાજ એક જ મહિલા હતી.