Home OTHER તમારા PAN Card પર કોઈ બીજાએ લોન નથી લીધી ને? આ રીતે...

તમારા PAN Card પર કોઈ બીજાએ લોન નથી લીધી ને? આ રીતે કરો ચેક

10821

ભૂતકાળમાં ઘણા લોકો સાથે લોનની છેતરપિંડી થયાના અહેવાલો આવ્યા છે. જો તમે પણ આ છેતરપિંડીનો શિકાર ન બન્યા હોવ તો તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ તપાસવો જરૂરી છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઘરે બેસીને ચેક કરવાથી છેતરપિંડીથી બચી શકાય છે. અન્યના PAN પર લોન લેવાનું કૌભાંડ મોટા પાયે થયું છે, છેતરપિંડીથી બચવા માટે સાવધાન રહેવું જરૂરી છે, તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન ચેક કરી શકો છો ક્રેડિટ સ્કોર

ફિનટેક કંપની ઈન્ડિયાબુલ્સ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ફસાયેલી છે. આ વિવાદ કંપનીની ફાઇનાન્શિયલ સર્વિસ એપ ધાની સાથે સંબંધિત છે. આ એપ સિક્યોરિટી વિના લોન આપે છે. તાજેતરમાં, ધાની એપની લોનમાં એક અલગ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ કિસ્સામાં ઘણા લોકો સાથે એવું બન્યું છે કે તેમની સંમતિ વિના, તેમના પાન કાર્ડ પર કોઈ અન્યને લોન આપવામાં આવી હતી. આ છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સતર્ક રહેવું જરૂરી છે. તમારા PAN પર કોઈએ લોન લીધી છે કે કેમ, તે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકાય છે.

તપાસની પ્રક્રિયાને સમજતા પહેલા, ચાલો જાણીએ કે લેટેસ્ટ વિવાદ શું છે. હકીકતમાં, ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પર ઘણા વપરાશકર્તાઓ તેમની સાથે છેતરપિંડી વિશે માહિતી આપી રહ્યા છે. ટ્વિટર પર એક યુઝરે આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે ઈન્ડિયાબુલ્સની કંપની IVL ફાયનાન્સે તેના નામે લોન આપી છે. લોન માટે એક જ યુઝરના પાન નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરનામું બિહાર અને ઉત્તર પ્રદેશનું છે. યુઝરે લખ્યું કે તે લોન લીધા વિના ડિફોલ્ટ થઈ ગયો છે. આશ્ચર્ય વ્યક્ત કરતાં તેણે પૂછ્યું કે અન્ય વ્યક્તિ બીજાના નામ અને PAN પર કેવી રીતે લોન લઈ શકે છે, જ્યારે તેને તેની જાણ પણ નથી. આ પછી, સેંકડો યુઝર્સે જણાવ્યું કે તેમની PAN લોન સાથે છેતરપિંડી કરવામાં આવી છે.