Home ENTERTAINMENT તાપસી પન્નુએ પોતાના અંગત જીવન વિશે કર્યો આ મોટો ખુલાસો

તાપસી પન્નુએ પોતાના અંગત જીવન વિશે કર્યો આ મોટો ખુલાસો

2036
0

અભિનેત્રી તાપ્સી પન્નુ આમ તો કયારેય જાહેરમાં તેની લવ લાઈફ અને સંબંધો વિશે બોલી નથી.પરંતુ હાલમાં જ સમાચાર આવ્યા છે કે તે ડેનમાર્કના બેડમિંટન ખેલાડીને ડેટ કરી રહી છે. તેનું નામ મેથિઆસ બોઇ છે, જે 2015 ની યુરોપિયન રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 2012 સમર ઓલિમ્પિક્સમાં રજત પદક પણ જીત્યો છે. તાપ્સીએ ખરેખર ક્યારેય મેથિઅસ વિશે વાત કરી નથી, પરંતુ હાલમાં જ લગ્નની યોજનાઓ વિશે પુછાતા અભિનેત્રીએ તેના આ સંબંધ વિશે ખુલાસો કયૉે છે. જો કે તાપ્સીએ કહ્યુ કે હજી સુધી લગ્ન વિશે કોઇ આખરી નિણૅય લેવાયો નથી.

તાપ્સી અને મેથિઆસની મુલાકાત 2014 માં ભારતમાં બેડમિંટન ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન દરમ્યાન થઈ હતી. મેથિઆસ એક ટીમનો ભાગ હતો જ્યારે તાપ્સી બીજી ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બંનેના બેડમિંટનના ગ્રાઉન્ડ પરના ફોટા દેખાય છે. અને મેથિઆસના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે તાપ્સીની બહેન શગુન પન્નુ અને અન્ય મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં છે, તેવા ફોટા જોવા મળ્યા છે.

પોતાના લગ્નની યોજનાઓ વિશે બોલતા તાપ્સીએ કહ્યું કે, તેને આલિશાન મહેલોમાં કે ઘણા બધા મહેમાનો સાથે મોંઘા લગ્ન નથી કરવા. તેને નજીકના સંબંધીઓની હાજરીમાં ખૂબ નાના પાયે સાદાઇથી લગ્ન કરવુ ગમશે એમ તેણે કહ્યુ છે. તેણે જણાવ્યુ કે તેના પરિવારને તેના સંબંધ વિશે ખબર છે. અને તેના માતા-પિતા તેને લગ્ન વિશે કોઇ દબાણ કરી રહ્યા નથી. તાપ્સી કહે છે કે ,’મારા માતા-પિતાને મારુ ગમતુ પાત્ર ગમે એ બહુ જરુરી છે. તેમની પસંદ મારા માટે ઘણી મહત્વની છે. જો તેમને કોઇ વ્યકતિ ન ગમે તો મારુ તે વ્યકતિ સાથે સંબંધોમાં રહેવુ અઘરુ અને અશ્કય છે.’

પોતાની માતા વિશે વાત કરતા તે કહે છે કે તેની માતા નિર્મલજીત પન્નુ તેની સૌથી મજબૂત આધારસ્તંભ છે.તેઓ તાપ્સી અને તેની બહેન શગુન બંને માટે ખૂબ મોટો સપોર્ટ. તે કહે છે કે ફિલ્મ જગતમાં કામ કરતી વખતે તેની માતા તેનો બહુ મોટો સપોટૅ હતા. અહીં કામ કરતી વખતે તેની માતાએ તેને અફવાઓ, મુસીબતોનો સામનો કરવામાં મક્કમ રહેવા માટે ઘણી મદદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here