Home BHARUCH ભરૂચ જતી મેમુ ટ્રેનમાં સાયણ પાસે મોબાઇલ સ્નેચર્સનો આતંક

ભરૂચ જતી મેમુ ટ્રેનમાં સાયણ પાસે મોબાઇલ સ્નેચર્સનો આતંક

481

રેલવે પોલીસ જણાવ્યા મુજબ,ઉત્રાણ ગામના રાજપુત ફળિયામાં રહેતા જયપ્રકાશ અર્જુન નિશાદ(21) કલર કામ કરી ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે તેઓ કલર કામ કરવા ભરૂચ જવા મેમુ ટ્રેનમાં ઉતરાણ સ્ટેશનથી નીકળ્યા હતા. જયપ્રકાશ ટ્રેનના દરવાજા પાસે ઉભો રહી મુસાફરી કરતા હતા ત્યારે સાયણ સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ અચાનક પાછળથી કોઈકે તેમના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લઈ તેને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો. ટ્રેનમાંથી નીચે પટકાયેલા જયપ્રકાશના પગના પંજાનો ભાગ ટ્રેન નીચે આવી જતા પગની આંગળીઓ કપાઈ ગઈ હતી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી ઘટનાની તપાસ હાથ ધરી છે.

22 જાન્યુ. 2019: ઉત્રાણથી કિમ જતા ધર્મેશ નાયકનું અજાણ્યાઓએ ફોન ઝુંટવવા ટ્રેનમાંથી પાડતા મોત થયું હતું.

27 માર્ચે 2019: ઉધના સેક્શન પર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયો હતો જેમાં પૂજા શિંદેને ઇજા થઇ હતી.

28 એપ્રિલ 2019: નવસારીથી સુરત આવતા દિવ્યા દાફડાનો ફોન ઝૂંટવવા કરેલા હુમલામાં જમણો પગ કપાઈ ગયો હતો.