Home GUJARAT સુરતમાં 25 મે થી ફરી એક વખત કાપડ માર્કેટ ધમધમતુ થઈ જશે

સુરતમાં 25 મે થી ફરી એક વખત કાપડ માર્કેટ ધમધમતુ થઈ જશે

922
0

સુરતમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધાર અને લોકડાઉનમાં રાહતો આપવાની જાહેરાત પછી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનની કારોબારી સમિતિની બેઠક આજે પાંડેસરા ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં શહેર-જિલ્લામાં આવેલી 350 ડાઇંગ-પ્રોસેસિંગ મિલોમાંથી મહત્તમ મિલો શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

એસજીટીપીએના ચેરમેન કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, 25મી મેથી 33 ટકા કામદારોની હાજરીમાં એકમો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે પણ સુરત રિજયનમાં 50 ટકા કામદારો વતને ગયા નથી. કામદારોની આ સંખ્યામાં 16 કલાકની બે પાળી કામકાજ થઇ શકે છે. એક વાર વિવિંગ અને પ્રોસેસિંગ એકમો શરૂ થશે તો જે કામદારો વતને જઇ રહ્યા છે. તે પણ અટકી જશે. જે મિલો જોબવર્ક પર કામ કરતી આવી છે. તેમણે સ્ટાફની સમસ્યા હશે તો પણ મદદરૂપ થવાશે. દરેક યુનિટ સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનું રહેશે. દર બે કલાકે ટોયલેટ અને બાથરૂમ પણ સેનેટાઇઝ કરાશે અને માસ્ક વિના કોઇપણ કારીગરને પ્રવેશ આપવામાં આવશે નહીં. એસજીટીપીએના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી જે કારીગરો હિજરત કરી રહ્યા છે. તે પણ અટકશે. અત્યારે લગ્નસરા અને રમઝાન માસની સિઝન ફેઇલ થઇ છે. ત્યારે અત્યારથી કામ શરૂ થશે તો દિવાળીની સીઝન સુધીમાં ઉદ્યોગ લેવલે આવશે.

કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, પાંડેસરા એસોસિએશન દ્વારા 19 મેના રોજ કેમ્પ યોજી ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓ માટે કુલ 25425 કામદારોની ટ્રેનમાં મોકલવા માટે નોંધણી કરવામાં આવી હતી. આજે બીજા દિવસે પણ યુપીની સાથે બિહારની ટ્રેનોની પણ નોંધણી કરવામાં આવતા આ સંખ્યા ઘટીને 8000 થઇ છે. મિલો શરૂ થઇ રહી છે. તેવી માહિતી ફેલાતા વતને જનારા કામદારોની સંખ્યા ઘટી છે. યુપી બિહારમાં જેની ખેતી નથી. તેવા કામદારો મિલ શરૂ થતી હોય તો રોકાવા માંગે છે. તેને લીધે બીજા દિવસે સંખ્યા ઘટી હતી.

કાપડ માર્કેટ ઝડપથી શરૂ થશે તો જોબવર્ક પર ચાલતી મિલો પણ શરૂ થશે

ટેક્સટાઈલ માર્કેટો ઝડપથી શરૂ નહીં થાય તો મિલોને પૂરતા પ્રમાણમાં જોબવર્ક મળશે નહીં. ઉદ્યોગને ગાડી ધીમી પડી જશે. તેને લીધે કાપડ માર્કેટો ભલે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધુ આવી હોય પણ ત્યાં પણ સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનના નિયમનું પાલન થતું હોય તો 33 ટકા કર્મચારીઓની હાજરી સાથે માર્કેટ શરૂ કરાવવા પાલિકા કમિશનરને રજૂઆત કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here