Home ENTERTAINMENT ‘બાલિકા વધૂ’નો આ એક્ટર જલદી જ બનશે પિતા

‘બાલિકા વધૂ’નો આ એક્ટર જલદી જ બનશે પિતા

973
0

‘બાલિકા વધૂ’, ‘લાલા ઈશ્ક’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એક્ટર રુસ્લાન મુમતાઝ અને તેની પત્ની નિરાલીના ઘરે જલ્દી જ પારણું બંધાવાનું છે. નિરાલી અને રુસ્લાન પહેલા બાળકને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. માત્ર નવા મમ્મી-પપ્પા નિરાલી-રુસ્લાન જ નહીં તેમનો આખો પરિવાર ખૂબ ઉત્સાહિત છે. પોતાના આવનારા બાળક વિશે રુસ્લાન અને નિરાલીએ ઘણું પ્લાનિંગ કરી રાખ્યું છે.રુસ્લાને કહ્યું, “અમારા ઘરે બધા ખૂબ ઉત્સાહિત છે. પેરેન્ટ્સહુડ વિશે વધુ જાણવા હું અને નિરાલી બાળકોના વિડીયો જોયા કરીએ છીએ.

અમે હાલમાં જ બેબીમૂન માટે થાઈલેન્ડ ગયા હતા.” પહેલીવાર પિતા બનનાર રુસ્લાને દીકરી જન્મે તો તેના માટે નામ વિચારી રાખ્યું છે.રુસ્લાને કહ્યું, “દીકરી માટે નામ વિચારી રાખ્યું છે પરંતુ છોકરો આવશે તો શું નામ રાખીશું તે નક્કી નથી કર્યું. જો છોકરો આવે તો તેના જન્મ પછી નામ શોધીશું.” જણાવી દઈએ કે, નિરાલી અને રુસ્લાને 2014માં લગ્ન કર્યા કર્યા હતા. બંનેએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. બંનેની પહેલી મુલાકાત શામક દાવરના ડાન્સ ક્લાસમાં થઈ હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો, રુસ્લાન ગયા વર્ષે સીરિયલ ‘મેં માયકે ચલી જાઉંગી’માં જોવા મળ્યો હતો. હાલ તે અંગ્રેજી ફિલ્મના શૂટિંગ માટે આફ્રિકામાં છે. રુસ્લાને કહ્યું, “હાલ તો હું ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું પરંતુ મને ટીવી વધારે ગમે છે. કારણકે તેમાં શૂટિંગ એક નક્કી જગ્યા પર જ હોય છે અને સેટ મોટાભાગે મુંબઈમાં જ હોય છે. ફિલ્મોનું શૂટિંગ કરીએ તો તેનું લોકેશન મોટાભાગે મુંબઈની બહાર હોય છે. જેના કારણે તમારે પરિવારથી દૂર જવું પડે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here