અહેમદ પટેલના સંતાનોએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, તેઓ રાજકારણમાં નહીં જોડાય અને પિતાના સામાજિક કાર્યોને આગળ વધારશે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના વતન પિરામણ ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે અહેમદ પટેલના સંતાનોને રાજકારણમાં લાવવા સંકેત આપ્યો હતો.
જો કે હવે અહેમદ પટેલના બન્ને સંતાઓને રાજકારણમાં આવવાનો ઈરાદો હોવાનો ઈન્કાર કર્યો છે. ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું બુધવારે અવસાન થયુ હતું. તેઓ ઓગસ્ટ 2017માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ રાજ્યસભાની એક સીટ ખાલી થઈ ગઈ છે. જો કે હવે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝે સોશિયલ મીડિયામાં એક મેસેજ પોસ્ટ કરીને રાજનીતિમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે.