Home ENTERTAINMENT લૉકડાઉન દરમિયાન દૂરદર્શન બાદ હવે રામાયણને સ્ટાર પ્લસ પર ફરીથી ટેલિકાસ્ટ કરવામાં...

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન બાદ હવે રામાયણને સ્ટાર પ્લસ પર ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવશે

4341
0

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર પુન:પ્રસારિત કરવામાં આવી હતી. પહેલી વખત પ્રસારણમાં જે પ્રકારે દર્શકોને પ્રેમ મળ્યો હતો, તેના કરતા વધુ પ્રતિસાદ સીરિયલના પુન: પ્રસારણને સાંપડ્યો છે.આ સીરિયલમાં અરૂણ ગોવિલે ‘રામ’ અને દીપિકા ચિખલિયાએ ‘સીતા’ની ભૂમિકા ભજવી હતી. આ તમામ સ્ટાર્સે દર્શકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રામાયણને સ્ટાર પ્લસ પર ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવશે. સ્ટાર પ્લસ પર 4 મેંથી રાત્રે 9:30 કલાકે રામાયલ સીરિયલ ફરીથી ઓન એર થશે. જણાવી દઈએ કે, રામાયણ TRPમાં પહેલા નંબર પર આવી ગઈ છે.થોડા સમયે પહેલા જ સમાચાર આવ્યા હતા કે, ‘રામાયણ’ સીરિયલનું પુન:પ્રસારણ થયા બાદ તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે. શૉને શાનદાર TRP મળી છે. જે બાદ ‘ઉત્તર રામાયણ’નું પણ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. જેને પણ દર્શકો તરફથી ભરપુર પ્રેમ મળ્યો હતો.

‘રામાયણ’ના 16 એપ્રિસના એપિસોડને વિશ્વભરમાં 7.7 કરોડ દર્શકોએ દેખ્યો હતો. આ નંબર સાથે આ શૉ એક જ દિવસમાં સૌથી વધુ દેખવામાં આવનાર શૉ બની ગયો હતો.જણાવી દઈએ કે, ‘ઉત્તર રામાયણ’ સમાપ્ત થયા બાદ દૂરદર્શન પર 3 મેંથી ‘શ્રી ક્રિષ્ના’ શરૂ થવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here