Home ALL INDIA મોદી સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે SBIનો આ રિપોર્ટ,હવે મનમોહન સરકાર સારી...

મોદી સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે SBIનો આ રિપોર્ટ,હવે મનમોહન સરકાર સારી લાગશે

564
0

ભારતીય સ્ટેટ બેંકના એક રિપોર્ટમાં જીડીપીને લઈને ચેતવણી આપવામાં આવી છે. એસબીઆઈના રિપોર્ટ મુજબ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતનો જીડીપી 5 ટકાથી નીચે આવી શકે છે તેમજ સમગ્ર નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 6 ટકાથી નીચે આવી શકે છે.

આ પહેલાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહી શકે છે. મહત્વપૂર્ણ છે કે એપ્રિલથી જૂનના કવાર્ટર દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 5.8 ટકા નોંધાઈ હતી. ઘટતું જતું રોકાણ તેમજ અનેક સેકટરના ખરાબ પ્રદર્શનને કારણે જીડીપી ગ્રોથની સ્પીડ ઘટી રહી છે.

આ પહેલાં નાણાંકીય વર્ષ 2012-13માં જાન્યુઆરીથી માર્ચના સમયગાળા દરમિયાન જીડીપી ગ્રોથ 5 ટકાથી નીચે 4.3 ટકા સુધી જોવા મળ્યો હતો. એસબીઆઈના ઈકોરેપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ત્રીજા કવાર્ટરમાં જીડીપીનો ગ્રોથ વધી શકે છે. તેમાં કહેવાયું છે કે સરકારી ખર્ચ વધતા અને કંપનીઓના વેચાણ વધવાને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથમાં થોડો સુધારો થઈ શકે છે.

આ પહેલાં પણ અનેક ઈકોનોમિસ્ટ અને સર્વેના અનુમાન જાહેર કરાયું છે કે સપ્ટેમ્બરના કવાર્ટરમાં જીડીપીમાં ઘણો જ ઘટાડો જોવા મળી શકે છે. તો આઈએમએફ દ્વારા પણ 2019 માટે જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 6.1 ટકા કરવામાં આવ્યા છે. જ્યારે આરબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથના અનુમાન 6.9થી ઘટાડીને 6.1 ટકા કરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here