કોરોના વાયરસની ત્રીજી લહેર સતત નબળી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા એટલે કે કુલ 67,597 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા હવે વધીને 4 કરોડ, 23 લાખ, 39 હજાર, 611 થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 1188 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 4 હજાર 62 લોકોના મોત થયા છે. આજના આંકડાઓમાં કેટલાક બેકલોગના આંકડા પણ ઉમેરવામાં આવ્યા છે.