Home OTHER આ છે દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ગૃપ, વિશ્વમાં માત્ર 47 લોકો પાસે...

આ છે દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ગૃપ, વિશ્વમાં માત્ર 47 લોકો પાસે છે આ લોહી, જાણો

13952
man is measuring the level of glucose in the blood

દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ એટલે ગોલ્ડન બ્લડ. આ દુનિયામાં 50થી પણ ઓછા લોકોમાં જોવા મળે છે. જો એને બ્લડ ટાઈપના લોકોને લોહીની જરૂરત હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે દુનિયામાં એવા લોકોની કમી છે કે એમને શોધવું મુશ્કેલ હોય છે. સમજીએ કે એને ગોલ્ડન બ્લડ શા માટે કહેવામાં આવે છે.

ગોલ્ડન બ્લડ એ લોકોના શરીરમાં હોય છે, જેનું Rh ફેક્ટર null હોય છે. એટલે Rh-null. આ પ્રકારના લોહી વાળા લોકોના Rh સિસ્ટમમાં 61 સંભવિત એન્ટિજનની કમી હોય છે. માટે આ લોહીના પ્રકાર સાથે જીવવા વાળાનું જીવન હંમેશા તલવારની ધાર પર ચાલે છે.

એક વેબસાઈટ અનુસાર વિશ્વમાં માત્ર 43 લોકો એવા છે જેમની પાસે ગોલ્ડન બ્લડ છે. તેના વિશે સૌપ્રથમવાર 1961માં જાણવા મળ્યું હતું. જ્યારે સ્થાનિક ઓસ્ટ્રેલિયન ગર્ભવતી મહિલાના લોહીની તપાસ કરવામાં આવી હતી. ડોક્ટરોનું માનવું હતું કે તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક Rh-null હોવાને કારણે પેટની અંદર જ મરી જશે. આ માટે સૌપ્રથમ લોહીનો ઈતિહાસ જાણવો પડશે.

આપણા પૂર્વજો લોહી વિશે બહુ જાણતા ન હતા. તે માત્ર એટલું જ જાણતો હતો કે લોહી શરીરની અંદર હોય તો સારું, બહાર આવે તો ખરાબ. વધુ નીકળ્યું તો ખુબ ખરાબ છે. સેંકડો વર્ષો સુધી કોઈને તેના વિશે કંઈપણ ખબર ન હતી. પરંતુ વર્ષ 1901 માં, ઑસ્ટ્રિયન ચિકિત્સક કાર્લ લેન્ડસ્ટેઇનરે લોહીનું વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું. 1909માં તેમણે જણાવ્યું કે લોહીના ચાર પ્રકાર છે. આ છે- A, B, AB અને O. આ કાર્ય માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો