નાગરિકતા કાયદા બાદ રાષ્ટ્રિય સ્તર પર એનઆરસીની ચર્ચા જોરશોરથી છે. દેશનાં વિરોધ પક્ષ દ્વારા એનઆરસી મુદ્દા પર ઘણી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિરોધ પક્ષની આ ચિંતા એમ જ નથી. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે માનીને ચાલો કે એનઆરસી આવવાનું છે. એનઆરસી એટલે કે નાગરિકતા રજિસ્ટર જણાવે છે કે દેશમાં રહેતો કયો વ્યક્તિ ભારતીય નાગરિક છે અને કોણ નહીં. જે લોકોનાં નામ એનઆરસીમાં સામેલ નહીં થાય, તેઓ ગેરકાયદેસર કહેવાશે.
1. 1951ની એનઆરસીમાં નામ
2. 24 માર્ચ 1971થી પહેલા મતદાતા યાદીમાં નામ
3. જમીન અને ભાડુઆતનાં કાગળ
4. નાગરિક પ્રમાણપત્ર
5. સ્થાયી નિવાસ પ્રમાણપત્ર
6. રિફ્યૂજી રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર
7. પાસપોર્ટ
8. એલઆઈસી
9. સરકાર દ્વારા જાહેર કોઈપણ પ્રમાણપત્ર અથવા લાઇસન્સ
10. સરકારી નોકરીનાં કાગળ
12. જન્મ પ્રમાણપત્ર
13. બૉર્ડ/યૂનિવર્સિટીનાં પ્રમાણપત્ર
14. કૉર્ટથી જોડાયેલા કાગળિયા
બીજી યાદી (આમાંથી કોઈપણ)
જો પહેલી યાદીવાળા દસ્તાવેજ તમારા નામે ના હોઇને તમારા માતા-પિતા, દાદા-દાદી વગેરેમાંથી કોઈ એકનાં નામે છે તો બીજી યાદીનાં આ કાગળોની જરૂરિયાત પડશે.
1. જન્મ પ્રમાણપત્ર
2. જમીનનાં કાગળ
3. બૉર્ડ યૂનિવર્સિટીનાં પ્રમાણપત્ર
4. બેંક, એલઆઈસી, પૉસ્ટ ઑફિસનાં રેકૉર્ડ
5. જો મહિલા પરીણિત છે તો સર્કલ ઑફિરસ, પંચાયત દ્વારા જાહેર પ્રમાણપત્ર
6. મતદાર યાદીમાં નામ
7. રેશન કાર્ડ
8. કોઈ અન્ય કાયદાકીય રીતે માન્ય દસ્તાવેજ