Home ALL INDIA છ હજારથી વધારે મહિલાઓને દેહવેપારમાંથી બહાર કાઢવાનું કામ આ નીડર કચ્છી નારીને...

છ હજારથી વધારે મહિલાઓને દેહવેપારમાંથી બહાર કાઢવાનું કામ આ નીડર કચ્છી નારીને કર્યું છે,જુઓ વિડિઓ

378
0

રાપર તાલુકાના માખેલ ગામના કરશન ભકતના પુત્રી ત્રિવેણીબેન આચાર્યએ પોતાનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગામની શાળામાં જ કર્યો હતો. હાલમાં મુંબઇમાં રહેતા તેઓએ ભાસ્કર સાથે વાત કરતા પોતાના કાર્યવિશે જાણકારી આપી હતી. મુંબઇ અને દિલ્હીના રેડ લાઇટ વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે પોલીસને સાથે લઇ ત્રિવેણી બહેન મહિલાઓને દેહવેપારમાંથી છોડવે છે. આ બદનામ ગલીઓમાં ભારતની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ જેવા દેશોની પણ મહિલાઓ ફસાયેલી હોય છે. ગરીબીથી કંટાળી રોજગારીની શોધમાં આવતી આ મહિલાઓ અહીં ફસાઇ જતી હોય છે. દલાલો દ્વારા આવી મહિલાઓને ખોટા સપના બતાવી ફસાવી દેવાતી હોય છે. ત્રિવેણીબહેને વર્ષ 1993માં રેસ્ક્યુ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોના કુખ્યાત રેડ લાઇટ એરિયામાં રેડ કરીને છેલ્લાં દોઢ દાયકામાં છ હજારથી વધારે મહિલાઓને આ દેહવેપારમાંથી બહાર કાઢવાનું યશ કચ્છી સન્નારી ત્રિવેણીબેન આચાર્યને જાય છે. તેમના આ કાર્યને લીધે દેશ-વિદેશમાં તેમને સંખ્યાબંધ એવોર્ડ પ્રાપ્ત થયાં છે.

દોઢ દાયકામાં છ હજાર સેક્સ વર્કરને બચાવવાનો ઉમદા કાર્ય કરીને અટકી જવાને બદલે આ દિકરીઓને પગભર કરવામાં આવે છે. જેના ભાગરૂપે મુંબઇ, બોઇસર, પૂના અને દિલ્હીમાં આવી મહિલાઓ માટે પુન:વસન સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં હાલ 600 જેટલી દિકરીઓની જવાબદારી રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થા નિભાવી રહી છે.

    ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન’ પાસે કાંદિવલી, થાણે અને પુણે ખાતે આશરો આપવા માટે ત્રણ વિશાળ મકાનો છે. ૧૨૫ માણસોનો સ્ટાફ છે અને અગણિત માહિતી આપનારા, ઉદાર દાતાઓ અને પડદા પાછળથી મદદ કરનારાઓ પણ છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ સંસ્થાને ઉદાર ગ્રાન્ટ આપે છે. દિલ્હીમાં પણ એની શાખા શરૂ થઈ રહી છે. ખેતીની આવક, ડેરી પેદાશો અને આશરો લેતી સ્ત્રીઓએ બનાવેલ હસ્ત કારીગરીની પેદાશોના વેચાણમાંથી સંસ્થાએ પોતાની આવક પણ ઊભી કરી છે.

     જ્યારે એ છોકરીઓ દોજખમાંથી છૂટીને આશરો લે છે ત્યારે એમની શારીરિક અને માનસિક હાલત બહુ જ અસ્વસ્થ અને ગંભીર હોય છે. આત્મહત્યા કરવામાંથી એમને ઉગારી લેવા  માટે બહુ જ પાકટ અને પ્રેમભરી માવજત જરૂરી બની રહેતી હોય છે. અમુક ગર્ભવતી હોય છે. કાયદાના સહારે એ ગર્ભપાત કરાવી શકે છે. પણ ઘણી માની મમતાથી જન્મ આપે છે. એમાંના ઘણાં સુખી કુટુંબોમાં દત્તક સંતાન બની નવી જિંદગી શરૂ કરે છે. અમુક તો પરદેશ પણ પહોંચી જાય છે.

   પણ ઘણી સ્ત્રીઓ બીજે સ્થાયી થવા છતાં,  એમને માના  થાનકમાં મળેલ પ્રેમની શીતળતા એ નિર્દોષ સંતાન પર વરસાવતા રહેવાની હિમ્મત અને મમતા કેળવી શકી છે.

 રેસ્ક્યુ ફાઉન્ડેશન/ ત્રિવેણી આચાર્યને મળેલ એવોર્ડ –

  • Stree Shakti Award for Women Entrepreneurs in 2008. In 2011
  • Civil Courage Prize of The Train Foundation, awarded annually to those “who resolutely combat evil”.
  • Asia Democracy and Human Rights Award of the Taiwan Foundation for Democracy by Taiwanese president Ma Ying-Jeou in 2010
  • Humanitarian Honoree of World of Children Award in 2013.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here