રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શિડ્યુઅલને મંજૂરી આપી દીધી છે.17મીએ ઇનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી વાર તેજસ ટ્રેન દોડશે.તેજસને 19મી જાન્યુઆરીથી રેગ્યુલર કરી દેવામાં આવશે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકીંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે.રેલવે બોર્ડે 20મી ડિસેમ્બરે તેજસની પરિચાલન તારીખને મંજૂરી આપી દેતા 19મીથી તેજસ રેગ્યુલર બેઝ પર દોડતી થઇ જશે.
ટ્રેનનું ભાડું
હાલ ટ્રેનનું ભાડું નક્કી કરાયું નથી. એસી ચેર કારનું ભાડું 1200થી 1300 અને એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400થી 2500 રહેવાની શક્યતા છે. મુસાફરીમાં પેસેન્જરોને અપાનારા નાસ્તા અને ભોજનનો ભાડામાં સમાવેશ થાય છે.
સુવિધા
તેજસ એક્સપ્રેસમાં ટ્રેન હોસ્ટેસની સુવિધા હશે તેમજ વાઇ-ફાઇ ફેસિલિટી, એલસીડી સ્ક્રીન, અને કેટરિંગ સર્વિસની પણ સુવિધા હશે.
તેજસ એક્સપ્રેસનુ ટાઈમટેબલ
તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને 8.08 વાગ્યે વડોદરા પહોંચશે ત્યાર બાદ 9.35 વાગ્યે સુરત આવી પહોંચશે અને 2 મિનિટના હોલ્ડ બાદ સીધી 10.55 વાગ્યે વાપી ઉભી રહેશે અને ત્યાંથી ઉપડી 12.31 વાગ્યે બોરીવલી અને 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડી 5.37 વાગ્યે વાપી,6.47 વાગ્યે સુરત, 7.29 વાગ્યે ભરૂચ ,8.18 વાગ્યે વડોદરા અને 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે