Home GUJARAT ઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબવાની મોત થયું

ઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબવાની મોત થયું

1077
0

બંને યુવક હર્ષ કોસંબીયા (ઉંમર- 21 વર્ષ) અને ગૌરવ ટેલર (ઉંમર-19) ઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડ્યા હતા. બાદમાં બંને ડૂબવા લાગ્યા હતા. જેથી બંને જણાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તળાવ નજીક દોડી આવ્યા હતા. જોત જોતામાં આખું ગામ ભેગું થઈ ગયું હતું. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરાઈ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. ત્યારપછી ફાયર વિભાગે બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. થોડા સમય બાદ ફાયરની ટીમે હર્ષ અને ગૌરવની લાશ પાણીમાંથી બહાર કાઢી હતી. હર્ષ નર્સિંગમાં જ્યારે ગૌરવ ITIમાં અભ્યાસ કરતો હતો. બંનેના મોતથી પરિવારજનોમાં આભ ફાટ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here