Home OTHER અન્ડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયનું હોસ્પિટલમાં નિધન, કેન્સરની સારવાર ચાલી રહી હતી

અન્ડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયનું હોસ્પિટલમાં નિધન, કેન્સરની સારવાર ચાલી રહી હતી

1947
0

શુક્રવારે અન્ડરવર્લ્ડ ડોન એન મુથપ્પા રાયનું કેન્સર સામે લડતા ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે 68 વર્ષીય રાય પાછલા એક વર્ષથી મગજનાં કેન્સરથી ગ્રસ્ત હતો અને તેને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે 2.30 વાગ્યે તેમનું અવસાન થયું હતું. રાયને બે પુત્રો છે.

દક્ષિણ કન્નડના પુત્તુર શહેરમાં તુલુ બોલતા બંત પરિવારમાં જન્મેલા રાયએ ખૂબ જ નાની ઉંમરે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. કર્ણાટક પોલીસે હત્યા અને ષડયંત્ર સહિત આઠ કેસોમાં રાય સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. રાયને સંયુક્ત આરબ અમીરાતથી 2002 માં ભારત લાવવામાં આવ્યો હતો.
જ્યારે તેને અહીં લાવવામાં આવી ત્યારે સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબ્લ્યુ), ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) અને કર્ણાટક પોલીસ સહિત અનેક તપાસ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી. બાદમાં પુરાવાના અભાવને કારણે તે નિર્દોષ છુટી ગયો હતો.પોતાનું જીવન સુધારવાના પ્રયાસમાં રાયે એક સેવાભાવી સંસ્થા ‘જય કર્ણાટક’ ની સ્થાપના કરી.

રાયે 2011 માં તુલુ ફિલ્મ કાંચિલ્ડા બાલે અને 2012 માં કન્નડ ફિલ્મ કટારી વીરા સુરસુંદરંગી અભિનય કર્યો હતો.બોલિવૂડ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા રાયના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા માંગતા હતા, પરંતુ કોઈ કારણોસર આ ફિલ્મ અટવાઈ ગઈ. તેમના પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે રાયના અંતિમ સંસ્કાર સંભવત શુક્રવારે બિદાદીમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here