કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યારે આ બજેટને તૈયાર કરવામાં મુખ્ય રીતે છ દિગ્ગજ અધિકારીઓએ નાણા પ્રધાનની મદદ કરી છે. આ દિગ્ગજોની સલાહ નિશ્ચિત રીતે નાણા પ્રધાનને ઘણી મદદરૂપ નિવડી રહી હશે. આ બજેટ ટીમ પર નજર કરીએ તો..
બજેટ ટીમ
કે.વી.સુબ્રમણ્યન– મુખ્ય આર્થિક સલાહકાર
સુભાષ ગર્ગ– નાણા અને આર્થિક મામલોના સચિવ
અજય ભૂષણ પાંડેય– મહેસૂલ સચિવ
જી.સી.મુર્મૂ– વ્યય સચિવ
રાજીવ કુમાર– નાણાકીય સેવા બાબતોના સચિવ
અતાનુ ચક્રવર્તી– ડીઆઇપીએએમ સચિવ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું પહેલુ સામાન્ય બજેટ રજૂ કરશે. જેમાં તેઓ અર્થતંત્રમાં તેજી લાવવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા, સરકારી રોકાણમાં વધારો કરવાની સાથે જ ખાનગી રોકાણને આકર્ષવાના ઉપાયો કરવા. ઉપભોગ વધારવાની નીતિ અપનાવવા અને પગારદારોને આવક તથા વિભિન્ન નિયમો હેઠળ છૂટ મારફત ખુશ કરવાનો પ્રયાસ કરી શકે છે.
મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બજેટ
નાણા પ્રધાનનું કામ સંભાળ્યા બાદ તુરંત જ નિર્મલા સીતારમણ બજેટની તૈયારીમાં લાગી ગયા હતા. તેમણે દરેક ક્ષેત્રના પ્રતિનિધિઓની સાથે સાથે ભારતના અર્થતંત્રને લઇને મહત્વપૂર્ણ દેશોના ડિપ્લોમેટ્સ. તેમજ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓની સાથે બેઠક કરી હતી. નિર્મલા સીતારમણની સામે આશા-અપેક્ષાઓનો મોટો પહાડ છે અને તેમની માટે તમામ વર્ગોને ખુશ કરવા સહેલા નહીં હોય.