Home HEALTH વેક્સિનના અલગ-અલગ ડોઝ લેવા અઁગે WHO નું એલર્ટ, એક વખત વાંચી લેજો

વેક્સિનના અલગ-અલગ ડોઝ લેવા અઁગે WHO નું એલર્ટ, એક વખત વાંચી લેજો

6587

કોરોનાની વેક્સીનને લઇને  અલગ અલગ બ્રાંડની વેક્સીનને મિક્સ એન્ડ મેચ કરીને લગાવવુ ભારે પડી શકે છે.   હવે WHOએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે, તેને આ ટ્રેડને ખતરનાક ગણાવ્યુ છે. બીજી તરફ, ભારતમાં ડૉક્ટરની સૌથી મોટી સંસ્થા IMAએ કોરોનાની ત્રીજી લહેરને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકારને ચેતવી છે.

WHOની ચીફ સોમ્યા સ્વામિનાથને 12 જુલાઇએ સ્વિત્ઝરલેન્ડના શહેર જેનેવામાં એક પત્રકાર પરિષદ કરી હતી. સમાચાર એજન્સી રોયટર્સના સમાચાર અનુસાર, આ દરમિયાન તેમણે અલગ અલગ કંપનીઓની કોરોના વેક્સીનને મળીને લગાવવા પર વાત કરી છે. બાદમાં ટ્વીટ કરીને પણ આ વિશે કોઇ પણ રીતનો ડેટા ઉપલબ્ધ ના હોવાની વાત કરી છે. સોમ્યા સ્વામિનાથને કહ્યુ કે

‘આ એક ખતરનાક ટ્રેડ છે. વેક્સીનને મિક્સ અને મેચ કરીને લેવા મામલે અમારી પાસે કોઇ પણ રીતનો ડેટા ઉપલબ્ધ નથી. આ ઘણી અવ્યવસ્થાની સ્થિતિ હશે કે કોઇ દેશના નાગરિક જ નક્કી કરવા લાગી જશે કે ક્યારે બીજી, ત્રીજી અને ચોથી ડોઝ લેવાની છે. કોઇ પણ વ્યક્તિને વેક્સીનના ડોઝને લઇને ખુદ નિર્ણય ના કરવો જોઇએ. આ નિર્ણય ઉપલબ્ધ ડેટાના આધાર પર પબ્લિક હેલ્થ એજન્સીને કરવુ જોઇએ. વેક્સીનને મિક્સ અને મેચ કરીને લગાવવાને લઇને ડેટાની રાહ જોઇ રહ્યા છીએ. તેની અસર અને સુરક્ષાને પહેલુને સારી રીતે તપાસવુ પડશે.’