વરાછા બસ અગ્નિકાંડની ઘટનામાં સામે આવી ચોંકાવનારી હકીકત, હીરાને કારણે સળગી બસ??

વરાછા બસ અગ્નિકાંડની ઘટનામાં સામે આવી ચોંકાવનારી હકીકત, હીરાને કારણે સળગી બસ??

વરાછાના હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આગ લાગવાને કારણે એક યુવતીનું સળગી જતાં મોત થયું હતું અને અન્યો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં કાપોદ્રા પોલીસે રાજધાની ટ્રાવેલ્સના મહેતાજી, બસના ડ્રાઇવર, કંડકટર અને હીરા ચમકાવવા માટેનું એસિડ મોકલનાર અને મંગાવનારનો ડ્રાઇવર, કંડકટર સહિત 5 આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.

આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કતારગામ નંદુ ડોશીની વાડીમાંથી બસના સોફા નીચે હીરા સાફ કરવા માટે વપરાતા EMPLURA Hydrochloric એસિડની 4 બોટલ, Perchlorc એસિડની 8 બોટલ મુકતા એને લીધે બસમાં બ્લાસ્ટ થયો હતો.આ ઘટનામાં વિશાલ નારણભાઇ નવલાની બસમાંથી કુદી જતા મોઢાના ભાગે ઇજા થઈ હતી. જ્યારે તેમના પત્ની તાનીયા વિશાલભાઇ નવલાની (ઉ.વર્ષ 21)નું દાઝી જવાથી મોત થયું હતું. રાજધાની ટ્રાવેલ્સની ઓફિસના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા જેમાં એક મજુર ઝવેરભાઇ રાજાભાઇ બાંભણીયા તથા કન્ડકટર નાનજીભાઇ અરજણભાઇ કારેલીયા, બસના ડ્રાઇવર ઇરષાદભાઇ નુરાભાઇ મેહતાર પાર્સલો બસની ડીકી તથા બસની અંદર સોફા નીચે એસિડના પાર્સલ મુકતા જણાયા હતા.

પાર્સલ કતારગામના સચીન ગગજીભાઇ કળથીયાએ મોકલ્યા હતાં. જેમાં હીરા સાફ કરવા માટે વપરાતું એસિડ, જેમાં EMPLURA Hydrochloric acid 35 % ની કાચની બોટલ નંગ 4 તથા Rebal Max-De કંપનીનું Perchlorc acid 70 % ની કાચની બોટલ નંગ 8 એક પુંઠાના બોકસમાં પેક કરી ભાવનગર ખાતે રહેતા પોતાના ગ્રાહક લવજીભાઇ રામજીભાઇ મોરડીયાને મોકલ્યા હતા. બસના મહેતાજી પણ આ હકીકતથી વાકેફ હતા.