Home ENTERTAINMENT મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટીને લઈને સમીર વાનખેડે પર લાગ્યા સનસનીખેજ આરોપો, જાણો

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટીને લઈને સમીર વાનખેડે પર લાગ્યા સનસનીખેજ આરોપો, જાણો

2690

એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે આર્યન ખાન ડ્રગ્સ મામલામાં એક નવો ખુલાસો કરતા બુધવારે આરોપ લગાવ્યો છે કે NCBએ ટાર્ગેટ કરીને કેટલાક લોકોને પકડવા માટે શિપ પર રેડ કરી હતી. તેમણે વાનખેડે પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે પાર્ટીમાં એક ઈન્ટરનેશનલ ડ્રગ-પેડલર હતો, જેને જાણીજોઈને જવા દેવામાં આવ્યો. માલિકે કહ્યું હતું કે આ દાઢીવાળા ડ્રગ-પેડલરે ડ્રગ પાર્ટીનું આયોજન કર્યું હતું.

મલિકે કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડના ફોટા પણ તેમની પાસે છે, જેમાં તે બંદૂકની સાથે જોવા મળી રહ્યા છે. મલિકે કહ્યું હતું કે મને લાગે છે કે દાઢીવાળાની વાનખેડે સાથે મિત્રતા છે. જોકે મલિકે મીડિયાને હાલ તેની તસવીરો આપી નથી. જોકે તેમણે આ અંગે વધુમાં કહ્યું હતું કે અમે તેને NCB અધિકારીઓને આપી દીધી છે અને જો તે આ અંગે તપાસ કરશે નહિ તો અમે તેને સાર્વજનિક કરી દઈશું.

મલિકે કહ્યું હતું કે જો કોઈ આંખો પર પટ્ટી બાંધી લે તો એને ખોલવી એ મારી ફરજ છે. ખેલ તો થઈ ગયો, પરંતુ દાઢીવાળો ખેલાડી ખુલ્લો શા માટે ફરી રહ્યો છે. મલિકે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે જેની પર ક્રૂઝ પાર્ટી થઈ તેને છોડવામાં શા માટે આવ્યો. જોકે આ પાર્ટીની મહારાષ્ટ્ર સરકાર પાસેથી અનુમતિ પણ લેવામાં આવી નહોતી. મલિકે કહ્યું હતું કે સમીર વાનખેડેના માલદિવ્સ પ્રવાસની તપાસ થાય તો સત્ય પ્રકાશમાં આવશે.