Home GUJARAT જાણો કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, આ નામો છે ચર્ચામાં

જાણો કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, આ નામો છે ચર્ચામાં

4944

રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હીમાં  ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એટલે કે વિપક્ષનેતાના નામ અંગે અનેક અટકળો ચાલી રહી છે.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામ તરીકે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ, જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં છે. તો વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે શૈલેષ પરમાર, વીરજી ઠુમ્મર અને પુંજા વંશની પસંદગી થઇ શકે છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસની વિવિધ સમિતિના હોદ્દેદારોના નામો પણ જાહેર થશે. હાલ ગુજરાત કોંગ્રેસના મુખ્ય બે પદ માટેના નામની ચર્ચા થઇ રહી છે.

આગામી 26 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે, જેમાં સંગઠન મંત્રી અને પ્રભારી સહીતના પદાધિકારીઓ જોડાશે. આ બેઠક પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષનેતા તેમજ વિવિધ સમિતિના નામોની જાહેરાત થાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ ના કહી દીધી છે, પણ પાર્ટી શું નિર્ણય લેશે તેના પર સૌની નજર રહેશે.