Home GUJARAT રાજ્યમાં ગુલાબી ઠંડીનું બિલ્લીપગે આગમન, સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો

રાજ્યમાં ગુલાબી ઠંડીનું બિલ્લીપગે આગમન, સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો

915
0

જરાતમાં ઠંડીએ પોતાના આગમનની જાણકારી આપી આપી દીધી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રીના સમયે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગરમીથી ત્રસ્ત થતી રાજ્યના નાગરિકોને ગરમીમાંથી હવે છૂટકારો મળી ગયો છે.

જો કે હાલના સંજોગોમાં તો હજુ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકોને ખુશનુમા વાતાવરણનો લહાવો માણવા મળી રહ્યો છે. હાલમાં દિવાળીનું વેકેશન ચાલતું હોવાથી લોકો રાજ્યભર સહિત રાજ્ય બહાર પણ ફરવાના મૂડમાં પર્યટકો જોવા મળી રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરનું દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું તાપમાન 14.6 ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here